ધ્રાંગધ્રા શહેરની બાજુમાં કુડાનું નાનું રણ આવેલું છે. જયાં મીઠું પકવવાનો ઉધોગ વિકસેલ છે. આ મીઠાના ઉત્પાદનના આધાર ઉપર ધ્રાંગધ્રા કેમીકલ વકસ જેવા ભારે ઉધોગનો વિકાસ થયેલ છે. જે આશરે બસો શહેરમાં ફેલાયેલ છે. તેમજ આ કારખાના દ્વારા આશરે બે હજાર કામદારોને રોજી રોટી મળી જાય છે. આ ઉપરાંત ખેત-પેદાશમાં કપાસની ઉપજને કારણે જીનીંગ ઉધોગોનો પણ વિકાસ થયો છે. શહેરમાં ઔધોગિક વિકાસને વેગ મળે તે માટે આશરે બાર હેકટર વિસ્તારમાં જી. આઈ. ડી. સી. દ્વારા ઔધોગિક વસાહતનું પણ આયોજન કરવામાં આવેલ છે. મંદિરો અને શિલ્પ સ્થાપત્યના પથ્થરોની ખાણો આવેલ છે. પથ્થરોનો શિલ્પ ઉધોગ વિકસી રહ્યો છે.
|