અમરસિંહજીના શાસન દરમ્યાન વોકર કરાર ઉપર ધ્રાંગધ્રા રાજયે સહી કરી હતી. તેમના શાસન દરમ્યાન જાટ, મિયાંણા અને અન્ય લોકોના હુમલાઓને કારણે તથા વઢવાણના શાસક સાથે ઝઘડો થવાથી રાજયની આર્થિક સ્િથતિ ખૂબ જ બગડી ગઈ હતી. પરંતુ ૧૮ર૦ માં રાજકોટમાં બ્રિટિશ એજન્સીની સ્થાપના થતાં યુધ્ધોનો અંત આવ્યો અને આર્થિક સ્િથતિમાં સુધારો થયો. ૧૮૧૪ માં અમરસિંહજીએ ઝીંઝુવાડા જીતી લીધેલું પરંતુ મરાઠાઓની ખંડણી ભરપાઈ થઈ ન હોવાથી મરાઠા સરદાર વિઠલરાવ દેવાજીએ ૧૮૧૬-૧૯ સુધી તેનો કબજો લીધો હતો. ૧૮ર૧ પછીથી ત્યાં બ્રિટિશ સત્તા સ્થપાઈ હતી. અમરસિંહજીએ ધ્રાંગધ્રામાં રામમંદિર બંધાવ્યું હતું. ઉપરાંત પોતાના નામ ઉપરથી અમરાપર તથા હામપુર ગામ વસાવ્યાં હતાં.
ઈ.સ. ૧૮ર૦-ર૧ માં ધ્રાંગધ્રાની ઉત્તરે આવેલા કચ્છના તાબાના પ્રદેશમાંથી કોળીઓ તથા સિંધીઓએ લૂંટફાટ કરી હતી. તેથી અમરસિંહજીએ રાજયની સરહદ ઉપરનાં ગામોમાં થાણાં સ્થાપી ત્યાં પોલીસ મૂકી હતી. તેમણે આ અંગે બ્રિટિશ સરકારને ફરિયાદ કરતાં બ્રિટિશ સરકારે કેપ્ટન મેકમર્ડોને સેના સાથે મોકયો. તે હળવદ તથા મોરબી તાબાના ચોટીલામાં થોડાં વરસ થાણું નાખીને રહયો અને કચ્છના રાવ પાસેથી નુકસાનીના રૂ. બે લાખ લઈ જે લોકોને નુકસાન થયું હતું તેને વળતર તરીકે ચૂકવી આત્યા.
|