Home About Dhrangadhra City About Nagarpalika Administrative Work Vision 2020 Citizen Charter Photo Gallery Feedback   Lok Ladila Neta
   
   

 
સ્થાપત્ય ઈતિહાસ
રણમલજી
(૧૮૪૩-૧૮૬૯)
અમરસિંહજીનું ૧૮૪૩ માં અવસાન થતાં તેમના પુત્ર રણમલજી ધ્રાંગધ્રાની ગાદીએ બેઠા. તેમણે ધ્રાંગધ્રાનો કિલ્લો સમરાવ્યો તથા સીથા અને ઉમરડામાં નવા કિલ્લો એ સૌરાષ્ટ્રમાં અત્યંત સુંદર મહેલ તરીકે ગણાય છે. તેમણે ધ્રાંગધ્રામાં પોતાના નામ ઉપરથી રણમલ તળાવ બંધાવ્યું હતું અને સીથામાં ચંદ્રસર નામનું તળાવ સમરાવ્યું હતું. તેઓ પોતે વિધ્વાન હતા. તેઓ સંસ્કૃત, ફારસી, ઉર્દૂ, વ્રજ તથા ગુજરાતી ભાષાના જાણકાર હતા. પોતે કાવ્યોની રચના પણ કરતા. તેમણે કેટલાક આર્થિક સુધારા પણ કર્યા હતા અને રાજયની આબાદીમાં વૃધ્‍િધ કરી હતી. તેમનું રાજય 'રામરાજય' તરીકે વખણાયું હતું. તેમણે ૧૮૪૬ માં પોતાના નામ ઉપરથી રણમલપુર શહેર વસાવ્યું હતું. તે ઉપરાંત તેમણે રાજપુર, ગઢડા અને ગટેલાં ગામ વસાવ્યાં હતાં. ધ્રાંગધ્રામાં વિષ્ણુમંદિર બંધાવ્યું હતું (૧૮પપ-પ૮). ૧૮૬૩ માં તેમણે બ્રિટિશ સરકાર તરફથી કે.સી.એસ.આઈ.નો ઈલકાબ અપાયો હતો. સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં આ ઈલકાબ મેળવનાર તેઓ પ્રથમ હતા.
માનસિંહજી
(૧૮૬૯-૧૯૦૦)
રણમલજીનું ૧૮૬૯ માં અવસાન થતાં તેમના પુત્ર માનસિંહજી ધ્રાંગધ્રાના શાસક બન્યા. તેમણે પોતાના નામ ઉપરથી માનપર ઉપરાંત મંગલપુર, મેરૂપુર ગામ વસાવ્યાં હતા. અને નવ ગામોમાં ગુજરાતી શાળા સ્થાપી હતી. રાજકોટમાં ધર્મશાળા બંધાવવા રૂ. પંદર હજાર આપ્યા હતા. ૧૮પ૭ માં મહારાણી વિકટોરિયાના યુવરાજ પ્રિન્સ ઓફ વેસ ભારત આવેલા ત્યારે માનસિંહજીએ મુંબઈમાં તેમની મુલાકાત લીધી હતી અને તે મુલાકાતની સ્મૃતિમાં ધ્રાંગધ્રામાં પ્રિન્સ ઓફ વેસ હોસ્‍િપટલ સ્થાપી હતી. ૧૮૭૭ માં બ્રિટિશ સરકારે તેમને કે.સી.એસ.આઈ. નો ઈલકાબ આપ્યો હતો. તેમના દીવાન મકનજી ધનજીને પણ રાવબહાદુરનો ઈલકાબ અપાયો હતો. ૧૮૭૭ માં રાજવીની તોપોની સલામી ૧૧ માંથી વધારી ૧પ કરવામાં આવી હતી.તેમણે ૧૮૭૭ માં દુકાળ પડયો ત્યારે દુકાળ રાહત કાર્યોમાં મોટી રકમ ખર્ચી હતી. છ ગામોમાં ગુજરાતી શાળા ખોલી હતી. પોતાના ભાઈના નામ ઉપરથી હરિપુર ગામ વસાવ્યું હતું. ધ્રાંગધ્રામાં એક પુસ્તકાલય શરુ કર્યું હતું. ૧૮૯૭ માં રાણી વિકટોરિયાના શાસનની ડાયમંડ જયુબિલી ધામધૂમથી ધ્રાંગધ્રામાં ઉજવી હતી. ૧૮૯૮ માં ધ્રાંગધ્રા - વઢવાણ રેલવે લાઈન શરૂ કરાઈ હતી. ધ્રાંગધ્રામાં મ્યુનિસિપાલિટી સ્થાપી હતી. ઉપરાંત અદાલતો, ફકુ નદી ઉપરનો ફગ્ર્યુસન પુલ, હવામહેલ, કલોક ટાવર, માનસરોવર તળાવ, વઢવાણમાં ધ્રાંગધ્રાનો ઉતારો, કુડામાં મીઠાનાં ગોડાઉન બંધાવ્યા હતાં. ૧૮૯૪ માં ધ્રાંગધ્રાના પોલિસ સુપ્રિટેન્ડેન્ટ સાઉટરે જુમા ગંડ બહારવટિયાને ગોળીથી વીંધી નાખ્યો હતો.
અજીતસિંહજી
(૧૯૧૧-૧૯૧૧)
માનસિંહજીનું ૧૯૦૦ માં અવસાન થયું. તેમના યુવરાજ જશવંતસિંહજી તેમના જીવનકાળમાં જ અવસાન પામ્યા હતા. તેથી તેમના પૌત્ર અજિતસિંહજી ગાદીએ બેઠા. તેમના શાસનના પ્રથમ વરસે જ છપ્પનિયો દુકાળ પડેલો. ત્યારે તેમણે દુકાળ રાહત કાર્યો ઉપર ખૂબ ધ્યાન આપ્યું હતું. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પાશ્ચાત્ય શિક્ષાણ પામેલા આ શાસકનો રાજયકાળ માત્ર ૧૧ વર્ષનો હતો, છતાં તેમણે ધ્રાંગધ્રા રાજયને આધુનિકરણ તરફ લઈ જવા પ્રયાસ કર્યો હતો. તેમણે રાજયમાં કાયદાનું સ્થાન સ્થાપ્યું હતું. તેમના શાસનના પરિણામે રાજયમાંથી ગુનાખોરીનું પ્રમાણ નહિવત થઈ ગયું હતુ. તેમણે એક મોડેલ-સેનાની રચના કરી હતી. તેમાં મિયાંણા જેવી યુધ્ધપ્રિય બંડખોર જાતિમાં પણ શિસ્ત સ્થપાઈ શકે છે તેવું સાબિત કરી બતાવ્યું હતું. તેમણે સેનાને કાર્યદક્ષા તાલીમ આપવાની વ્યવસ્થા કરી હતી. તેમણે પોતાની સેનાને ચપળતા અને શિસ્તનું આદર્શ મોડેલ બનાવી હતી. ખોટું કરનારા અને અપરાધી માનસ ધરાવતા લોકો તેમનાથી ડરતા હતા. ૧૯૦૮ માં અજીતસિંહજીએ બ્રિટિશ સરકારને વાયવ્ય સીમા પ્રાંતમાં લડાયક જાતિઓના બળવાને શમાવવા પોતે પોતાની સેના સાથે જવાની તૈયારી દર્શાવી હતી. પોતાની સેનામાં તે શકય હોય ત્યાં સુધી પોતાના ઝાલાવંશના ભાયાતોમાંથી નીમતા.

    અજિતસિંહજીએ નવ નવાં ગામ વસાવ્યાં, દુકાળમાં પ્રજા માટે રાહત કાર્યો ખોયાં. ખેતીની જમીનમાં એક હજાર સાંતીની જમીનનો વધારો કર્યો, કપાસના ઉત્પાદનમાં વધારો કરાયો. ધ્રાંગધ્રાના કપાસના સારા ભાવ મળતા હતા તેથી ખેડૂતો તથા રાજયની આવકમાં વૃધ્‍િધ થઈ. મુંબઈની બજારમાં ધ્રાંગધ્રાના કપાસના ભાવ ભરૂચના કપાસ જેટલા જ મળતા. ખેડૂતોને શાહુકારોના શોષણમાંથી છોડાવવા કૃષિ-બેન્ક સ્થાપવામાં આવી. વહીવટમાં સુધારણા માટે ટીકરમાં એક નવા મહાલકારીની, હળવદ મહાલમાં એક રેવન્યૂ અમલદારની નિમણૂક કરાઈ અને સીથાપુર, મેથાણ તથા ઉમરાળામાં અદાલતો સ્થાપવામાં આવી. ઘનશ્યામ કોટન-પ્રેસ શરૂ કરાયો.

Next   
Back   
1   2   3   4   5   6   7  
 
 
 
 
 
 
 
 
 
 
 
Shaheri Vikas Varsh Pravasan Varsh
Powered By :