આરોગ્ય સેવાઓમાં વૃધ્િધ કરાઈ. ધ્રાંગધ્રા, હળવદ, સીથામાં હોસ્િપટલો ખોલવામાં આવી. ૧૯૦૩-૦પ માં પ્લેગ ડામવા પગલાં લેવાયાં. ડો. બારિયાના નેતૃત્વ હેઠળ અસરકારક પગલાં લેવાયાં. દુકાળ વખતે સ્થપાયેલ ગરીબઘરને અનાથ, અંધ અને અપંગ માટેના આશ્રય સ્થાનમાં ફેરવી નાખ્યાં. ઉપરાંત હળવદમાં મ્યુનિસિપાલિટી તથા ધ્રાંગધ્રા અને હળવદમાં પુસ્તકાલય સ્થપાયાં. રાજધાની ધ્રાંગધ્રામાં નવા રસ્તા બંધાવી તેના કિનારે વૃક્ષો રોપવામાં આવ્યાં. અજિતનિવાસ પેલેસ, ઓડિટોરિયમ, સેના માટેનાં મકાનો, નવું ગેસ્ટ હાઉસ, સુંદર નવી બજાર વગેરે બાંધકામો પણ થયાં. મુખ્ય બનારના મકાનોની ડિઝાઈન એક સરખી જ રાખી તે પ્રમાણે જ બાંધકામ કરવું ફરજિયાત હતું. પરિણામે ધ્રાંગધ્રાની બજારની શેરીઓ સૌરાષ્ટ્રમાં સૌથી સુંદર બની હતી.
ધ્રાંગધ્રા-વાંકાનેર વચ્ચે ૩૦૦ વર્ષથી ચાલતા મતભેદોને ૧૯૦૬ માં વાંકાનેરના રાજસાહેબ અમરસિંહજીએ ધ્રાંગધ્રાની મુલાકાત લેતાં અંત આવ્યો. ૧૬ મી સદીમાં વાંકાનેરનું સ્વતંત્ર રાજય બન્યા પછી ધ્રાંગધ્રામાં પગ મૂકનાર તે પ્રથમ વાંકાનેર-નરેશ હતા. ૧૯૦૭ માં અજિતસિંહજીને બ્રિટિશ સરકારે કે.સી.એસ.આઈ.નો ખિતાબ આપ્યો હતો. ધ્રાંગધ્રામાં આ ખિતાબ મેળવનારા તે સતત ત્રીજા રાજવી હતી. આ પ્રસંગે તેમણે શિક્ષણને મફત કર્યું. આ પગલું પ્રગતિવાદી તથા લોકોપયોગી હતું. |