Home About Dhrangadhra City About Nagarpalika Administrative Work Vision 2020 Citizen Charter Photo Gallery Feedback   Lok Ladila Neta
   
   

 
સ્થાપત્ય ઈતિહાસ

   રાજયે ધ્રાંગધ્રામાં હજૂર કોર્ટ ઉપરાંત સેશન્સ તથા ડીસ્‍િટ્રકટ કોર્ટ અને સિટી મેજિસ્ટ્રેટની કોર્ટ તથા દીવાની ન્યાયાધીશની કોર્ટ સ્થાપી હતી. ઉપરાંત હળવદ, સીતાપુર, ચરાડવા, મેથામાં કોર્ટ હતી. અજિતસિંહને લશ્કરી બાબતોમાં ઘણો રસ હતો. તેથી તેમણે રાજયમાં સેના પાછળ ઘણો ખર્ચ કરી તેને આધુનિક બનાવી હતી. તેમણે તોપદળ, પોતાની અશ્વસેના તથા મકવાણા પાયદળ રાખ્યું હતું. તેનો વાર્ષિક ખર્ચ રૂ. ૬૦ થી ૭૦ હજાર હતો. પરંતુ વોકર કરાર પછી યુધ્ધોનો અંત આવતાં સેનાની સંખ્યા ઘટાડી પરંતુ પોલીસોની સંખ્યા વધારી હતી. ધ્રાંગધ્રા રાજય પોતાની આર્થિક સ્‍િથતિ કરતાં સેના પાછળ વધુ ખર્ચ કરતું હતું. તેથી ઘનશ્યામસિંહજીએ સેના ઉપરનો ખર્ચ ઘટાડયો. સૌ પ્રથમ તેમણે મકવાણા પાયદળ ટુકડી વિખેરી નાખી અને રાજયના તોપદળ તથા મહારાજાની પોતાની ઘોડેસવાર ટુકડીની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો. પરિણામે સેના ઉપરનો વાર્ષિક ખર્ચ ઘટીને રૂ. ૧પ થી ૧૭ હજારનો થઈ ગયો. પરંતુ મકવાણા પાયદળના ઘપડ સશકત અને સક્ષમ સૈનિકોને પોલીસદરમાં સમાવી લેવાયા હતા. પોલીસદરની સંખ્યા વધતાં તેની કામગીરીનું વ્યવસ્‍િથત રીતે પુન: ગઠન કરવામાં આવ્યું હતું. તો મહેસૂલ વિભાગમાં કમિશનરને મદદ કરવા માટે છ વહીવટદારો નીમીને મહેસૂલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો.

ર. આર્થિક નીતિ

    ખેતી તથા ખેડૂતોની સ્‍િથતિ સુધારવા રાજયે પ્રયત્ન કર્યા હતા. સિંચાઈની સગવડો વધારવામાં આવી. નવા કૂવાઓ ખોદવામાં આવ્યા. નવા કૂવા બાંધનારને રાજય તરફથી મદદ અપાતી. રાજયના આસપાસના પ્રદેશમાંથી પણ લોકો આવીને ખેતી કરવા લાગ્યા. પરિણામે દર વર્ષે ખેતી હેઠળની જમીનમાં વધારો થતો હતો. પોતાના નામ ઉપરથી રાજાએ ઘનશ્યામગઢ નામનાં બે નવાં ગામ પણ વસાવ્યાં હતાં. રાજયમાં અનાજ ઉપરાંત કપાસનો રોકડિયો પાક ખાસ લેવામાં આવતો હતો. ધ્રાંગધ્રાના કપાસને મુંબઈમાં ભરૂચના કપાસ જેટલા ઉંચા ભાવ મળતા હતા. પરંતુ ખેડૂતો ઉપરનું કરભારણ વધુ હતું. વેઠપ્રથા પણ હતી. રાજયે પશુઓના ખરીદ-વેચાણ ઉપરનો શિંગોટી-વેરો નાબૂદ કર્યો હતો. દુકાળ પણ અવારનવાર પડતા હતા. ત્યારે રાજયે દુકાળ રાહત માટેનાં અનેક પગલાં લીધાં હતાં. જેમ કે ખેડૂતોને પશુચારો ઉગાડવા માટે તગાવી અપાતી, પશુઓના ચરાણ માટે રાજય માલિકીની વીડીઓ ખુલ્લી મુકવામાં આવી હતી. બહારથી પણ ઘાસ મગાવીને પશુઓને આપવામાં આવતુ. ગરીબ-મજૂર-શ્રમિક પ્રજાને રાહત કે મદદ માટે રાહતકાર્યો વિવિધ સ્થળે શરૂ કરાયાં હતાં. કૃષિ બેન્ક ધ્વારા બહુ ઓછા વ્યાજે ખેડૂતોને ધિરાણ અપાતું. રાજય તરફથી બાકી લહેણી રકમની ઉઘરાણી માટેના હુકમ રખાયા હતા. દુકાળ રાહત માટે ખડૂતોને કૃષિબેન્ક તરફથી અપાતી રકમ ઉપરાંત રાજય તરફથી પણ વગર વ્યાજની લોન આપવામાં આવતી હતી.

   ઘનશ્યામસિંહજીએ રાજયની આવક વધારવા, પ્રજાની સુખાકારી માટે તથા રાજયની સામાન્ય પ્રગતિ માટે નીચેનાં પગલાં લીધા હતાં :

૧. કસ્ટમ જકાતનું નિર્ધારણ
ર. પથ્થરની ખાણના ઈજારા
૩. ખેડૂતોને જમીન માલિકીના હકક

   મહેસૂલી કરવેરામાં ભાગબટાઈ પ્રથા હતી. સારી જમીનની ઉપજનો ત્રીજો ભાગ અને નબળી જમીનની ઉપજનો ચોથો ભાગ કર તરીકે લેવાતો હતો. ધ્રાંગધ્રા રાજય તેના રેતીના પથ્થર, વડાગરા મીઠા માટે પ્રસિધ્ધ છે. કુડામાં મીઠાનાં ઘણાં કારખાનાં છે. વેપારનાં મુખ્ય મથક ધ્રાંગધ્રા, હળવદ અને સીથા હતાં. મુખ્ય નિકાસ પથ્થર, મીઠું, અનાજ, કપાસની હતી. તે મોટેભાગે મેવાડ, મારવાડ, માળવા અને મુંબઈ નિકાસ થતું. કપાસની ઉપજને કારણે હળવદ, ધ્રાંગધ્રામાં જિનિંગ ફેકટરીઓ હતી. ૧૯ર૬ માં 'ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ' સ્થપાયું હતું.

Next   
Back   
1   2   3   4   5   6   7  
 
 
 
 
 
 
 
 
 
 
 
Shaheri Vikas Varsh Pravasan Varsh
Powered By :