૩. શિક્ષણ
પાશ્ચાત્ય પધ્ધતિનું આધુનિક શિક્ષણ પામેલા ઘનશ્યામસિંહજી શિક્ષણના વિકાસને ખૂબ મહત્વ આપતા હતા. ધ્રાંગધ્રા રાજયમાં પ્રાથમિક શિક્ષણ તો મફત હતું જ પરંતુ પછીથી ૧૯૦૮-૦૯ માં માધ્યમિક શિક્ષણની ફી પણ નાબૂદ કરી તે મફત કરાયું હતું. તેથી શિક્ષણને ઉત્તેજન મળ્યું અને તેનો વ્યાપ વધ્યો. પોતાના રાજયારોહણ પ્રસંગે તેમણે વિજ્ઞાન અને ખેતીના અભ્યાસને ઉત્તેજન આપવા ૧૯૧૧ માં બે સ્કોલરશીપની જાહેરાત કરી હતી. ઉપરાંત પોતાની અભ્યાસની કોલેજ રાજકુમાર કોલેજને પણ અવારનવાર મોટી રકમનું તેમણે દાન આપ્યું હતું. રાજકુમાર કોલેજની વહીવટી સમિતિના તેઓ સભ્ય હતા. ધંધૂકામાં ગરાસિયાનાં બાળકો માટેના તાલુકેદારી છાત્રાલયને તેમણે રૂ. ર૬૦૦ દાનમાં આપ્યા હતા. ધ્રાંગધ્રામાં હાઈસ્કૂલ માટેનું એક છાત્રાલય બંધાવ્યું હતું. ધ્રાંગધ્રામાં આવેલ ઓડિટોરિયમને તેમણે અજિતસિંહજી હાઈસ્કૂલમાં સેંટ જહોન એમ્બુલન્સ સોસાયટીના પ્રાથમિક ઉપાચારના વર્ગો ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત મુંબઈની સ્કૂલ ઓફ આર્ટના પ્રથમ અને બીજા ગ્રેડની ડ્રોઈંગ પરીક્ષા આપવાની ત્યાં વ્યવસ્થા કરાઈ હતી. શારીરિક શિક્ષણ ઉપર પણ ભાર મુકાતો હતો. ઉપરાંત ધ્રાંગધ્રામાં લેડી હાર્ડિંગ અંગ્રેજી કન્યાશાળા પણ સ્થાપવામાં આવી હતી. રાજયની બહાર પણ શિક્ષણનાં વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું હતું. મુંબઈના ગવર્નર લોર્ડ સિડેનહમ નિવૃત્ત થઈને વતન જતાં તેમના માનમાં મુંબઈમાં સ્થપાયેલ સિડેનહમ કોલેજ માટે ફંડમાં રૂ. ૧પ હજાર (૧૯૧પ-૧૬ માં), દિદીની લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજને રૂ. ૧૦ હજાર (૧૯૧૪-૧પ માં), ધારવાર કોલેજને અને ગોપાલ કૃષ્ણ ગોખલે મેમોરિયલ ફંડમાં ર હજાર રૂ. આપ્યા હતા. ધ્રાંગધ્રામાં અજિતસિંહજી હાઈસ્કૂલ, હળવદમાં બાઈસાહેબા મિડલ સ્કૂલ, સીતાપુર, ચરાડવા અને ટીકરમાં અંગ્રેજી શાળાઓ તથા અન્ય સ્થળોએ છોકરાઓ માટે તેમ જ છોકરીઓ માટેની શાળાઓ ખોલવામાં આવી હતી. છાત્રાલય પ્રવૃત્િતને પ્રોત્સાહન અપાયું હતું. અજિતસિંહજી હોસ્ટેલમાં ૧૦ અને ઘનશ્યામજી હોસ્ટેલમાં ૭૦ રાજપૂત છોકરા રહીને ભણતા હતા.
૪. આરોગ્ય
આરોગ્ય સેવાઓ પ્રત્યે પૂરતું લક્ષ આપવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રામાં પ્રિન્સ ઓફ વેલ્સ હોસ્િપટલ સ્થાપવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રામાં પ્રાણકુંવરબા જનાના હોસ્િપટલ, મેકોનોકી ડિસ્પેન્સરી ખોલવામાં આવ્યાં હતાં. પ્રિન્સ ઓફ વેલ્સ હોસ્િપટલના વડા તરીકે અનુભવી પારસી ડોકટર દારાશા એચ. બારિયાને નીમવામાં આવ્યા હતા. જનાના હોસ્િપટલના વડા તરીકે પ્રથમ મિસ રૂથ દેવજી અને પછી કુ. ગુલબાઈ પટેલ નિમાયાં હતાં. આ બંને હોસ્િપટલમાં ઓપરેશન થિયેટર સહિતની અનેક આધુનિક સગવડો તથા સાધનસામગ્રી હતાં. હળવદ તથા રાજસીતાપુરમાં બાઈ રાજબા ડિસ્પેન્સરી, ચરાડવા, ટીકર, મેથન તથા ઉમરાળામાં વુડ ડિસ્પેન્સરી ખોલવામાં આવી હતી. પ્લેગનો રોગચાળો ફેલાયો ત્યારે તેને દાબી દેવા રાજયે ઝડપી પગલાં લીધાં હતાં. પશુચિકિત્સા માટે પણ એક પશુ દવાખાનું શરૂ કરાયું હતું. તેના વડા તરીકે વેટરનરી સર્જન અકબરખાન હતા. તેમની મદદમાં ઉમેદસિંહજી પી. ગોહિલ હતા. તેઓ ગામડાંઓનો પ્રવાસ કરી યોગ્ય માર્ગદર્શન, દવા તથા ઉપચાર પૂરો પાડતા હતા.
પ. સામાજિક
ઘનશ્યામસિંહજીએ પોતાનાં માતુશ્રીની સ્મૃતિમાં ધ્રાંગધ્રામાં માસાહેબશ્રી સુંદરબા અનાથાશ્રમ સ્થાપ્યો હતો. તેનો વાર્ષિક ખર્ચ રૂ. પ થી ૬ હજાર હતો. નિરાશ્રિત વિધવાઓને અનાજ સહાય આપવામાં આવતી હતી. રાજય તરફથી ધ્રાંગધ્રા, હળવદ, ચરાડવામાં રાજયના અનુદાનથી પુસ્તકાલયો ચાલતાં હતાં. આમ રાજયે પુસ્તકાલય પ્રવૃત્િતને પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત રાજયે ધ્રાંગધ્રામાં વીજળીઘર સ્થાપી પ્રથમ મહેલમાં, પછી બજારમાં અને પછી સમસ્ત પ્રજાને વીજળીનો લાભ આપ્યો હતો. દુકાળ સમયે ગરીબો-ખેડૂતો માટે રાહતકાર્યો ખોલવામાં આવેલાં. ઉપરાંત પાલિતાણા પૂર રાહત ફંડ તથા દક્ષિણ આફ્રિકા ભારતીય ફંડમાં પણ રાજયે દાન આપ્યાં હતાં. જશવંતબાગ અને માસાહેબ બાગ પ્રજા માટે ધ્રાંગધ્રામાં ખુલ્લા મુકાયા હતા. જશવંતબાગમાં તથા શકિત મંદિરમાં અઠવાડિયામાં એક વાર સ્ટેટબેન્ડ વગાડવામાં આવતું. ઉપરાંત માનસાગર અને રણમલસાગર તળાવોને મનોરંજનના સ્થળ તરીકે વિકસાવાયાં હતાં.
|