૧૯૭૮-૭૯ વિદ્યાર્થી સમયથી જાહેર જીવનમાં સક્રિય, કોલેજ દરમ્યાન વિદ્યાર્થી યુનીયન જનરલ સેક્રેટરી.
૧૯૮૦ થી ભા.જ.પ. માં તાલુકા, જિલ્લા અને રાજય સ્તરે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ વહન કરેલ છે.
૧૯૮૩ થી ૧૯૯૮ ધ્રાંગધ્રા નગરપાલિકા સદસ્ય (ત્રણ ટર્મ) અને અન્ય પદો ગ્રહણ કરેલ છે. ૧૯૯પમાં ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળેલ છે.
૧૯૯પમાં ધારાસભ્ય તરીકે ચૂટાયા અને યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, વન, જેલ, નશાબંધી અને આબકારી વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળેલ. (૯પ-૯૬)
૧૯૯૮માં બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
જુલાઈ ૧૯૯૮ થી ઓકટોબર ર૦૦૧ સુધી અધ્યક્ષ, ગુજરાત રાજય નાણાંકીય નિગમ તરીકેની જવાબદારી સંભાળેલ છે.
તા. ૯/૧૦/ર૦૦૧ થી ૧૭/૧૦/ર૦૦૧ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળેલ છે.
તા. ૧૭/૧૦/ર૦૦૧ થી તા. રર/૧ર/ર૦૦ર સુધી શહેરી વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી તથા રાજય સરકારના પ્રવકતા તરીકેની જવાબદારી સંભાળેલ.
ર૦૦ર માં ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
તા. રર/૧ર/ર૦૦ર થી તા. ૧/૮/ર૦૦પ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજનાઓ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળેલ.
તા. ૧/૮/ર૦૦પ થી માર્ગ અને મકાન, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે.
જુનાગઢ તથા રાજકોટ જિલ્લાનાં પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે.