ધ્રાંગધ્રા શહેરમાં લોકોની સુખાકારી માટે મથુરબાગ તથા જોગાસર બગીચો આવેલ છે. તેમજ ધ્રાંગધ્રા શહેરમાં લોકોને હરવા ફરવા માટે થઈને મદન સાગર તળાવ તથા જોગાસર તળાવ આવેલ છે. શિક્ષણક્ષોત્રે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાઓ આવેલ છે. સરકારી ટેકનીકલ હાઈસ્કૂલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બી. એડ. કોલેજ તથા આઈ. ટી. આઈ. સ્કૂલ આવેલી છે. તેમજ ઈંગ્લીશ મીડીયમ માટે સેન્ટ્રલ સ્કૂલ તથા આય પ્રાઈમરી સ્કૂલ, સેંટ હીલેરી સ્કૂલ રાજ શાળા ઈંગ્લીશ સ્કૂલો આવેલી છે. |